વ્હાલા સાથીઓ..

આપ સૌને આપણી વેબસાઈટ દ્વારા મળતા આનંદ થાય છે.આપણા આ પરિવારની સ્થાપના કરવામાં આપ સૌ મિત્રોનો મને સહકાર મળ્યો તેથી આપણે આટલી પ્રગતિના શિખરો સુધી પહોચ્યા છીએ. આપણુ પરિવાર પોતાની પ્રવૃતિના એક ભાગ રૂપે પરિચય વેબસાઈટ તૈયાર કરી આપ સૌને અર્પણ કરે છે. હુ પરિવારના સભ્યો તથા અંગત રીતે રસ લઈ આ પરિચય વેબસાઈટ તૈયાર કરવા સફળ પ્રયાસ કરનાર તમામનો ઋણી છું.

ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવુ એ પ્રગતિ છે, 
અને ભેગા મળીને કાર્ય કરવું એ જ સફળતા છે. –

આ સુવાકય દ્વારા સરળ ભાષામાં કહેલું છે કે જો શરૂઆતથી જ ભેગા રહીને કાર્ય કરવામાં આવે તેમાં સફળતા જરૂર મળે છે, અને તેનું જીવતું જાગતુ ઉદાહરણ આપણી સમક્ષ હાજર છે અને તે આપણે અનુભવી રહયા છીએ,

આ પરિચય વેબસાઈટમાં જીવનમાં ઉપયોગી બને તેવા સુવિચાર તથા લોક ઉપયોગી માહિતીનો સમાવેશ કરવામા આવ્યો છે. આ માહિતી એકઠી કરવા રાત-દિવસ એક કરીને પરિવારના સભ્યોએ જે જહેમત ઉઠાવી છે તે બદલ આભાર માનુ છુ.

ઝડફીયા પરીવાર ઉત્તરોતર પ્રગતિ કરતો રહે તે માટે હું હંમેશા આપની સાથે છું. આપણને શુન્યમાંથી સર્જન કરી શકે તેવા યુવક ભાઈઓનો હરહંમેશ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખુ છુ.

લિ.

શ્રી ધનજીભાઈ ગાંડાભાઈ ઝડફીયા

(પ્રહલાદગઢ)
પ્રમુખ શ્રી