શ્રી રામજીભાઈ દુદાભાઈ

વ્હાલા પરિવારજનો,

આપ સમક્ષ પરિવારની વાત લઈને આવતા આપ સહુ મિત્રોએ એને સ્વીકારી અને પરિવારમાં જોડાયા, પરિવારના યુવાનો, વડિલ મિત્રો તથા મારા સાથીદારોના સમવન્વય થી પરિવારની સ્થાપના થઈ. શુન્યમાંથી સર્જન કરતા કરતા આજે આપણુ પરિવાર મોટુ વટ વૃક્ષ બનવા તરફ જઈ રહયુ છે. ત્યારે આજે આ પ્રસંગે પરિવારના તમામ સભ્યો, સર્વ્યમસેવકો તથા દાતાશ્રી ઓનો આભાર વ્યક્ત કરું છું.

શ્રી ઝડફીયા પરીવાર દ્વારા તૈયાર કરાયેલા તમામ કુંટુંબોની તથા બાળકોની વિગતવાર માહિતી દર્શાવતી આ વેબ સાઈટ આપની સમક્ષ રજુ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છુ.

સેવા, સહકાર અને સદભાવના, આ ત્રણ સીધ્ધાંતને લક્ષમાં રાખીને પરિવારની સ્થાપનાની શરૂઆતથી જ સનેહમિલન સભારંભ, હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા ઈનામ વગેરેનું આયોજન તેમજ જરૂરી સામાજીક પ્રવૃતિના આશયથી પરિવાર સ્થાપવામાં આવ્યું છે. ઝડફીયા પરીવાર ઉત્તરોતર પ્રગતિ કરતો રહે તે માટે હંમેશા આપની સાથે છું.

આભાર……

By browsing this website, you agree to our privacy policy.
I Agree