શ્રી હરિભાઈ ઝવેરભાઈ

વ્હાલા સાથીઓ..

ઘણા સમય પછી, ઘણા પ્રયત્નો પછી અને ઘણી જરૂરિયાત અનુભવ્યા પછી ખૂબ ઉમદા, રસનાત્મક અને “સર્વજન હિતાય, સર્વજન સુખાય” જેવા શુભ હેતુઓને ધ્યાનમાં રાખી આપણા પરિવારના ઉત્કર્ષ માટે “ઝડફીયા પરીવાર” ની સ્થાપના કરવામાં આવી તે અભિનંદનીય છે. સામાજિક શેક્ષણિક અને વૈચારિક ક્ષેત્રે ઊધ્વગામી બનવા માટેનું આ એક યોગ્ય પગથિયું છે. તો ચાલો…ભાઈઓ.. બહેનો આપણે સૌ સાથે મળીને આ સામાજિક ચેતનાની જ્યોતને ઘર-ઘર સુધી લઈ જઈને બધાના ઘર અજવાળાનો આયામ કરીએ।..પ્રભુ આપણને શક્તિ અને સામર્થ્ય આપે.

આ સમગ્ર પ્રગતિપંથના પ્રથમ રૂપે આપણા તમામ સભ્યોના સંપર્ક સૂત્ર જળવાઈ રહે તે હેતુથી એક વેબસાઈટ બનાવવાનું નક્કી કર્યું અને તેને સાકાર થતું જોઈને આનંદ થઈ રહ્યો છે. અમને આશા છે, કે આ વેબસાઈટ સૌને ઉપયોગી થશે અને આપણને સૌને વધુ નજીક લાવી વિકાસના માર્ગે લઈ જશે. પ્રકાશન ક્યાંય ભૂલ-ચૂક જણાય તો દરગુજર કરશો.

માં ગેલ અંબે આપને તથા આપના પરિવાર ને તન, મન અને ધન થી સુખ-શાંતિ અને ઐશ્વર્યમ આપે એવી અભ્યર્થના. આભાર.

By browsing this website, you agree to our privacy policy.
I Agree